વિશ્વ ની સૌથી મોટી અને મહાન લોકશાહી આજે ભ્રષ્ટાચારના રાક્ષસ સામે લડવા મેદાને પડી છે. અન્નાના આંદોલનમા લાખોની ભીડ જમા થઈ રહી છે. સ્વતંત્રતાના ૬૫ વર્ષ બાદ ફરી ઍક વાર સામન્ય જનતાની સામે ભારતના નવીનીકરણ નો કૉલ આવ્યો છે. ત્યારે સામે દેખાઈ રહેલા વિકલ્પો માંથી ક્યા સાચા વિકલ્પ ની પસંદગી કરવી તેના પર ચિંતન તો જરૂર કરવુ પડશે. માત્ર ભારતમાતા ની જેય બોલી ને કે હાથમાં ત્રીરંગો લઇને શેરીમાં નીકળી પડવાથી તેનો ઉકેલ નહી આવે.
૬૫ વર્ષ પેહલા ૧૯૪૭, ૧૪મી ઑગસ્ટની મધરાતે દેશના પ્રથમ પ્રધાનમંત્રી શ્રી જવાહરલાલ નેહરૂઍ આપેલુ ઍ પ્રવચન આજે યાદ આવે છે. ( જો કે તેમની જ કૉંગ્રેસ પાર્ટી ભુલી ગઈ છે)
" આજે રાતે બાર કલાકે જ્યારે સમગ્ર દુનિયા નીંદ્રામાં હશે, ત્યારે ભારત જીવન અને સ્વંતંત્રતાની નવી સવાર સાથે ઉઠશે, ઍક ઍવી ક્ષણ કે જે ઇતિહાસમાં બહુ ઓછી વાર આવે છે, જ્યારે જુનુ છોડી નવા તરફ પ્રયાણ કરિયે છિયે, જ્યારે ઍક યુગનો અંત આવે છે, અને જ્યારે વર્ષોથી શોષીત ઍક દેશની આત્મા પોતાની વાત મૂકી શકે છે, આ ઍક સંયોગ છે, કે આપણે ઍવા પવિત્ર અવસર પર સમર્પણની સાથે ખુદને દેશ અને તેની પ્રજાની સેવા, અને તેનાથી પણ આગળ વધીને તમામ માનવતાની સેવા કરવાની પ્રતિજ્ઞા લઈ રહ્યા છીયે.
Tryst with destiny ના નામે પ્રચલીત ઍ પ્રવચન માં ભારતના ભવિષ્ય માટે કેટલાક વચનો પણ આપવામાં આવ્યા હતા. "ભવિષ્ય માં આપણે આરામ થી બેસવાનું નથી, પરંતુ નિરંતર પ્રયાસ કરવાનો છે. જેથી આપણે જે વચનો પેહલા પણ આપ્યા છે અને આજે પણ ફરી આપીશું તેને પૂર્ણ કરી શકીયે. ભારતની સેવાનો અર્થ છે ઍ લાખો -કરોડો પીડિતો ની સેવા કરવાનો, ગરીબી અને અજ્ઞાનતા ને મીટાવાનો. આપણી પેઢીની સૌથી મહાન વ્યક્તિની ઍ મહત્વકાંક્ષા રહી છે કે કોઈની આંખમાં આંસુ ન રહે. કદાચ આ કાર્ય આપણા માટે હાલ સંભવ ના હોય પરંતુ જ્યાં સુધી લોકોની આંખોમાં આંસુ છે અને તેઓ પીડિત છે, ત્યાં સુધી આપણૂ કાર્ય પૂર્ણ નહી ગણાય. અને તેના માટે આપણે પરિશ્રમ કરવાનો છે, કઠણ પરિશ્રમ કરવાનો છે જેથી આપણે સપનાને હકીકતમાં બદલી શકીયે. ઍ સપનાઓ માત્ર ભારત માટે જ નહી પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ છે."
"ભવિષ્ય આપણને બોલાવી રહ્યું છે, આપણે ક્યાં જવુ જોઈયે અને આપણા કેવા પ્રયાસ હોવા જોઈયે, જેથી ઍક સામાન્ય વ્યક્તિ, ખેડૂત અને કામદારો માટે આ સ્વતંત્રતા વધારે અવસર લાવી શકે. આપણે ગરીબી, અજ્ઞાનતા અને બિમારી સામે લડી શકીયે, ઍક સમૃદ્ધ લોકતાંત્રિક અને પ્રગતિશીલ દેશનું નિર્માણ કરી શકીયે. અને ઍક ઍવી સામાજિક, આર્થિક, અને રાજનીતિક સંસ્થાઓની સ્થાપના કરી શકીયે. જે દરેક પુરૂષ અને મહિલા માટે તેમના જીવનની પરિપૂર્ણતા અને ન્યાયને સુનિશ્ચિત કરી શકે."
દુર્ભાગ્યપૂર્ણ છે કે સ્વતંત્રતાના ૬૫ વર્ષ બાદ વિશ્વતો દૂર ભારત માટેના ઍ સપનાને પણ પૂર્ણ કરી શકાયું નથી, જેની પાછળ રાજકીય ઈચ્છાશક્તિના અભાવની સાથે ભ્રષ્ટાચાર પણ કારણભૂત છે.
અન્નાના આંદોલનથી સમાજમા ભ્રષ્ટાચાર પર ચર્ચા શરૂ થઈ છે, લોકો સવાલ પુછતા થયા છે, ગલીઑમાં ભ્રષ્ટ્રાચાર વિરોધી નારા સંભળાઈ રહ્યા છે. ઍક આશાનું કીરણ દેખાઇ રહ્યુ છે. પરંતુ આ આંદોલન ત્યાં સુધી સીમિત ના રહી જાય તે માટે બિલની સાથે વિલની પણ જરૂર છે.
આ આંદોલનના સમર્થનમાં મોટી સંખ્યામાં ઍવા લોકો છે, જે રાજકીય ભ્રષ્ટાચારથી તંગ આવી ચૂક્યા છે, તેમને ઍવુ લાગે છે કે બિલથી માત્ર નેતાઓની અને અધિકારીઓની કમાઈ બંધ થશે, પરંતુ બિલના આવ્યા બાદ તમારે પણ લાઇનમાં ઉભુ રેહવુ પડશે, કોઈ લાગવગ વીના કામ કરાવવુ પડશે, ટ્રાફિક રૂલના ભંગ બદલ લાંચના બદલે દંડ ભરવો પડશે.
લોકશાહીમાં પ્રજા જ સર્વોપરી છે, તો પ્રજાઍ જ પ્રથમ પગલુ ભરવુ પડશે. લાંચ લેવાની પણ નહી, અને દેવાની પણ નહી ઍવી પ્રતિજ્ઞા લેવી પડશે. અને ત્યારે જ ભ્રષ્ટાચારના વિરૂદ્ધ સાચી લડાઈ શરૂ થશે.