|

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું,
હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું.


આ મારો ખુલાસાઓથી ટેવાયેલો ચહેરો
ચૂપ રહું છું તો લાગે છે કસમ ખાઈ રહ્યો છું.


એક વાર મેં ફૂલો સમો દેખાવ કર્યો’તો
આ એની અસર છે કે હું કરમાઈ રહ્યો છું.



ગઈ કાલે અમસ્તા જ હું થોડુંક હસ્યો’તો
આજે એ વિચાર આવતાં ગભરાઈ રહ્યો છું.



તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ,
કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું.



મારા વિશે કોઈ હવે ચર્ચા નથી કરતું,
આ કેવી સીફતથી હું વગોવાઈ રહ્યો છું.



કહેવું છે પણ ‘સૈફ’ અને કહી નથી શકતો,
શબ્દોની છે દીવાલ ને દફનાઈ રહ્યો છું.

World Wide Survey

|
Worldwide survey was conducted by the UN. The only question asked was:

"Would you please give your honest opinion about solutions to the food shortage in the rest of the world?"

The survey was a huge failure.

Because In Africa they didn't know what 'food' meant,
In India they didn't know what 'honest' meant,
In Europe they didn't know what 'shortage' meant,
In China they didn't know what 'opinion' meant,
In the Middle East they didn't know what 'solution' meant,
In South America they didn't know what 'please' meant,
And in the USA they didn't know what 'the rest of the world' meant!

બે રાષ્ટ્રપતિ, બે ભાષણ

|
ગુરુવારના દિવસે જ્યાં ઍક તરફ દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યા હતા, તો બીજી તરફ દુનિયાના સૌથી વધુ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિના ઐતીહાસીક ભાષણને લોકો તાળીઓથી વધાવી રહ્યા હતા. ભારતીય સંસદમા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવિસિન્હ પાટિલે મનમોહન સરકારના આગલા 100 દિવસ અને પાંચ વર્ષના ઍજેંડાને દેશ સમક્ષ મૂક્યો, તો અમેરિકાધિપતિ ઓબામાઍ પણ ઇજિપ્તમાં કુરાનનો હવાલો આપી, મુસ્લિમ જગતને નવી શરૂઆત કરવાનુ આહવાન આપ્યુ.




જૉર્જ બુશની ભૂલોને સુધારવાની શરૂઆત ઓબામાઍ કઈક નવુ બોલીને કરી. તો દેશમાં ગત પાંચ વર્ષોમાં જે ક્ષેત્રોની અવગણના થઈ છે, તેના પર ભાર દેવામા આવશે તેમ જણાવી, રાષ્ટ્રપતિ પાટિલે પણ જે નથી થઈ શક્યુ તેને પૂરુ કરવાંનુ વચન આપ્યુ. જો કે પરિવર્તન કરણીથી આવે છે, કથનીથી નહી. તે તો આપણે સૌ જાણીયે છિયે, પરંતુ મંદીના આ સમયમા બિજુ કઈ નહી તો સારા ભાષણથી જ નવી આશા જગાવવા પ્રયાસ કરિયે. આમ પણ જે દેશની અંદર 100 દિવસમાં ઍક ફાઇલ આગળ નથી વધતી, ત્યા દેશના અર્થશાસ્ત્રને આગળ ધપાવવાની વાત જો થાય, તો આપણે આશા જગાવવા સિવાય બિજુ કરી પણ શુ શકિયે.

Twins Village

|



વિચારો કે આપ ઍક ગામમાં મહેમાન બન્યા છો અને ત્યાં ઍકસાથે 100-200 જોડિયા બાળકો તમને જોવા મળે છે, આ કોઈ મજાક નથી પરંતુ હકીકત છે. આવુ ઍક અનોખુ ગામ બીજે ક્યાંય નહી પરંતુ ભારતમા જ આવેલુ છે. કેરલના આ કોદિન્હિ ગામમાં ગયા વર્ષે જ 300 બાળકોનો જન્મ થયો જેમાથી 30 બાળકો જોડિયા હતા, અને તે પણ હમશક્લ. આ ચમત્કારથી તો ઍ તથ્ય પણ ખોટુ સાબિત થયુ કે વિશ્વમાં દર 300 બાળકો માંથી કોઈ ઍક જોડી બાળકો હમશક્લ હોય છે.

વૈજ્ઞાનિકો માટે આજે પણ ઍક કોયડા રૂપ આ અજૂબા ની શરૂઆત લગભગ 60-70 વર્ષ પેહલા થઈ. અચરજની વાત ઍ છે કે ભારતમા તો ટ્વિન્સ પેદા થવાનો સરેરાશ દર સમગ્ર વિશ્વ કરતા પણ ઑછો છે. ભારતમા જ્યા દરેક 1000 બાળકો ઍ માત્ર 4 બાળકો જોડિયા હોય છે, ત્યા આ ગામમાં તેનો દર 1000 બાળકો ઍ 45નો છે. વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે કે આ ચમત્કાર પાછળ ડીઍનઍના સમીકરણો જવાબદાર છે કે હૈરીડિટી કારણભૂત છે. ગામવાસીઓના ખાનપાન ઉપર પણ તપાસ થઈ રહી છે. જો કે ગ્રામવાસીઓ તો તેને કુદરતનો કરિશ્મો જ માની રહ્યા છે. પરંતુ મને સવાલ ઍ થાય છે કે હિન્દી ફિલ્મ સીતા ઔર ગીતામાં માત્ર 2 જોડિયા બહેનો હમશક્લ હતી, જ્યારે અહી તો સીતા અને ગીતાઑનો પાર નથી, તો અહીં કેટલી ગુચવણ ઉભી થતી હશે. ખરેખર, બોલીવુડ ના કોઈ નિર્માતા વૈજ્ઞાનિક ચમત્કાર પર ફિલ્મ બનાવવા માગતા હોય તો તેમને અહી ભરપુર મસાલો મળી શકે ઍમ છે.