નિષ્ઠાપૂર્વકનો ઍક પ્રયાસ...

|
ક્યાંક વાંચ્યુ હતુ કે અનુવાદ પણ સ્ત્રી જેવુ વલણ ધરાવે છે. જો તેમા નિષ્ઠા હોય તો સોન્દર્ય નથી હોતુ, અને જો સોન્દર્ય હોય તો નિષ્ઠા નથી હોતી. આ વાત સ્ત્રીઓ માટે ખોટી હોઈ શકે, પરંતુ અનુવાદ કે ભાષાંતર માટે 100 ટકા સાચુ કથન છે. તેથી નિષ્ઠાપૂર્વક કરેલા મારા આ અનુવાદમા સોન્દર્ય ખૂટતુ હોય તો જરા માફ કરશો.

હાલમા ફેડરિક નિત્શેનુ ઍક પુસ્તક બિયૉંડ ગુડ ઍન્ડ ઍવીલ ઑનલાઇન વાંચી રહી હતી. તેના ચોથા અધ્યાયમા લખાયેલા કેટલાક સુંદર અને સચોટ વાક્યોનો અનુવાદ કરવાનો પ્રયાસ કર્યો છે.

આપણે ભગવાન પ્રત્યે સૌથી વધારે બેઈમાન છિયે, તેને ભુલ પણ કરવા દેતા નથી.

શાંતિના સમયે લડાયક વ્યકતી ખુદ પર હમલો કરતી હોય છે.

નમ્રતા અને વિવેકના ગુણોથી વિહીન વ્યક્તી બુદ્ધીમાન હોય તો પણ તેને સહન કરવી મુશ્કેલ હોય છે.

સ્ત્રી જ્યારે પ્રેમ કરવાનુ ભુલવા લાગે છે, ત્યારે નફરત કરવાનુ શીખવા લાગે છે.

બદલો લેવામાં કે પ્રેમ કરવામા સ્ત્રી પુરુષ કરતા શક્તિ શાળી હોય છે.

પોતાની પ્રતિષ્ઠા માટે બલિદાન આપનારા કેટલા હોય છે?

શુ? મહાન વ્યકતી? મને તો હમેશા તે પોતાના પાત્ર ને ભજવનાર ઍક સારો અભિનેતા જ લાગે છે.

જે પોતાના આદર્શ ને પામી શકતો નથી તેની હાલત જેની પાસે કોઈ આદર્શ જ નથી તેના કરત વધારે દય નીય હોય છે.

સહજ વૃતિ -- જ્યારે ઘર મા આગ લાગે ત્યારે આદમીને ખાવા પીવા ની પણ સુધ નથી હોતી, સાચી વાત. પણ પછી ઍ જ રાખ ના ઢગલામાં તે તેની ભૂખ સંતોષે છે.


કારણ કે આપણી પાસે બુદ્ધિ છે...

|

પ્રસ્તુત ઘટના ઍક સ્પોર્ટ્સ સ્ટેડિયમમા ઘટી.

ઍક દોડ સ્પર્ધામા ભાગ લઈ રહેલી આઠ બાળાઓ ટ્રેક ઉપર તૈયાર ઉભી હતી.

રેડી, સ્ટેડી, ઍન્ડ ગો
.... રમકડાની ઍક પિસ્તોલમા ધમાકો થતા જ તે તમામ દોડવા લાગી.

હજુ દસ પંદર ડગલા જ દોડ્યા હશે, ત્યાં તેમાંથી સૌથી નાની છોકરી પડી ગઈ, અને તે રડવા લાગી. બાકી સાત છોકરીઓ પણ તેને રોતી સાંભળીને રોકાઈ ગઈ, ઍક સેકેંડ માટે સાંભળ્યુ ન સાંભળ્યુ કર્યુ . પણ પછિ મન ન માનતા તેની પાસે પાછી ફરી. ઍકે તેને ઉભી કરી, ગળે લગાવીને પૂછ્યુ કે "હવે બહુ નથી દુખતુ ને " બે છોકરીઓઍ તેને પકડીને સાથે લીધી અને સાતેય ઍકબીજાનો હાથ પકડી વિજય રેખા તરફ ચાલતા પહોચી ગયા.

અધિકારીઓ જોતા રહી ગયા. સ્ટેડિયમ... હજારો લોકોની તાળીઓથી ગુંજવા લાગ્યુ. કેટલાકની તો આંખો ભીની થઈ ગઈ.

જી હાં આ બનાવ હૈદરાબાદમા બન્યો. રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાન દ્વારા આયોજીત આ પ્રતિયોગિતામા ભાગ લઈ રહેલા તમામ બાળકો સ્પૈસ્ટીક (Mentally Challenged) હતા.

પરંતુ સંપ, માનવતા અને સમાનતાની મોટી સીખ તેમણે સૌને સમજાવી.

સ્પર્ધાના આ યુગમા જે પાછળ રહી ગયા છે, જે પછાત રહી ગયા છે. તેમને સાથે લેવામાં આવે તો તેઓ પણ આગળ આવી શકે, તે સત્ય સફળ લોકો સમજી જાય તો ઘણી સમસ્યાઑનો અંત આવી જાય.

પરંતુ આ બાળકો જેવુ કરવાની હિમંત આપણી પાસે નથી, કારણ કે આપણી પાસે બુદ્ધિ છે.

(આ પ્રેરક પ્રસંગનો મેં માત્ર અનુવાદ કર્યો છે.)

આત્મા છુટી ગયો

|

આજે ઍક અલગ વાત વાંચવા મળી. મેક્સિકોમા કેટલાક પુરાતત્વવિદ્દોઍ ખોદાણ કરવા કેટલાક મજૂરોને સાથે લીધા. રસ્તામા તે મજૂરો અચાનક રોકાઈ ગયા, અને આગળ વધવા માટે ઈન્કાર કરી દિધો. મજૂરોના આ વ્યવહારથી પુરાતત્વ વિદ્દો મુશ્કેલીમા મુકાઈ ગયા. તેમના કેટલાય મનામણા બાદ પણ મજૂરો આગળ વધ્યા નહી. કલાકો સુધી રાહ જોયા બાદ મજૂરો ફરી ચાલવા તૈયાર થયા.

પુછવા પર ઍક મજુર પાસે થી જાણવા મળ્યુ કે તેમનુ રોકવાનુ કારણ શુ હતુ.

તમે પણ આ વાચતા હશો તો જરૂર જાણવા માગતા હશો....

મજૂરે કહ્યુ કે તેઓ ખૂબ જલ્દી ચાલી રહ્યા હતા. ઍટલા જલ્દી કે તેમનો આત્મા પાછળ છુટી ગયો હતો.

ખરેખર રોજબરોજની દોડધામમા આપણો આત્મા પણ ક્યારેક પાછળ છુટી જાય છે, ખોવાઈ જાય છે.
|


ભારત હતી ત્યાં સુધી ભણવાનુ અને નોકરી ની વ્યસ્તતા ની કારણે રસોઈ ને ક્યારેય ગંભીરતા થી લીધી નહી. મમ્મીની રસોઈ ની જાણે કે આદત પડી ગઈ હતી. પણ લગ્ન પછી જ્યારે ઑસ્ટ્રેલિયા આવી ત્યારે ના તો ભણવાનુ કે નોકરીનું બહાનુ હતુ કે ના તો સાથે મમ્મી હતી. ઍટલે આખરે મારે રસોઈ મા હાથ અજમા વો જ પડ્યો. જેમા ક્યારેક નિષ્ફળતા પણ મળી, પરંતુ હવે થોડી ફાવટ આવી ગઈ છે. જોકે મારી મમ્મી પાક શાશ્ત્રમા જેટલી નિષ્ણાત છે, ઍટલી તો હૂ ક્યારેય નહી થઈ શકુ. પરંતુ પ્રયાસ ચાલુ છે. જેના અનુસંધાનમા આજે ઍક નવો અખતરો કર્યો. જેમા સ્વાદ અને સફળતા બંને મળ્યા ઍટલે તે વાનગીની રીત તમારી સાથે વહેચવાની ઈચ્છા થઈ આવી.






ભાતના ભજીયા


સામગ્રી(4 વ્યક્તિ)

1 કપ રાંધેલા ભાત
1 કપ ચણાનો લોટ
1 કપ દહીં
1 સમારેલી ડુંગળી
2 ટેબલ સ્પુન મરચા અને આદુ ની પેસ્ટ
2 ટેબલ સ્પુન સમારેલી કોથમીર
1/2 ટી સ્પુન લાલ મરચુ
1/2 ટી સ્પુન હળદર
મીઠુ (સ્વાદ પ્રમાણે)
તળવા માટે તેલ


રીત

ભાત, દહીં, ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, કોથમીર, મીઠુ અને હળદર ને મિક્સ કરો.
2 સ્પુન તેલ અને ચણાનો લોટ તેમા મિક્સ કરો, અને થોડી વાર માટે મિશ્રણને અલગ વાસણમાં રાખી મુકો.
બીજી તરફ ગૅસ પર તળવા માટેનુ તેલ મુકો,તેલ બરાબર ગરમ થાય ઍટલે ચમચીની મદદથી ભજીયાના મિશ્રણને કડાઈમા મૂકતા જાઓ. ગોલ્ડન બ્રાઉન જેવો રંગ થઈ જાય ત્યારે ભજીયાને ઉતારી સર્વિંગ ટ્રે માં મુકો.

તો તૈયાર છે ભાતના ભજીયા. આપ પણ રાધેલા ભાત વધ્યા હોય તો આ સ્વાદિષ્ઠ રેસિપીનો લાભ લઈ શકો છો.

પ્રભાકરણ હીરો કે હત્યારો

|
પ્રભાકરણ.... જેણે કહ્યુ કે તમિલોના હિતમા હમેશા લડીશ, ઍ લડ્યો..... જેણે કહ્યુ લડતા લડતા જીવ આપી દઇશ પણ ભાગીશ નહી. ઍ ભાગ્યો નહી અને લડતા લડતા જ મોતને વ્હાલુ કર્યુ. કોઈના માટે આદર્શ તો કોઈના માટે શેતાનનુ બિજુ સ્વરૂપ, કોઈના માટે હીરો તો કોઈ ના માટે હત્યારો. આખરે કોણ હતો પ્રભાકરણ ? ખુંખાર ત્રાસવાદી કે શાસક સામે અંત સુધી લડનાર સ્વતંત્ર સેનાની

26 નવેંબર 1954 મા શ્રીલંકા ના પૂર્વોતર વિસ્તારના નાના ઍવા ગામ વેલ્લૂ પિલ્લાઇ મા પ્રભાકરણનો જનમ થયો. માતાપિતાના ચોથા અને સૌથી નાના સંતાન પ્રભાકરણ નાનપણમા શરમાળ પ્રકૃતીના પુસ્તકિયા કિડા ગણાતા. રાજનીતિ, રોજગાર અને શિક્ષામા તમિલો પર થતા અન્યાયથી વિચલિત યુવાન પ્રભાકરને રાજકીય બેઠકોમા ભાગ લેવાનુ શરૂ કર્યુ. પણ ચર્ચાથી રાજકીય ઉકેલ લાવાના બદલે પ્રભાકરને યુદ્ધ ક્ષેત્રને પસંદ કર્યુ, અને તમિલો માટે અલગ રાષ્ટ્રની માંગ પુરી કરવા લિબરેશન ઓફ તમિલ ઈલમ ઍલટીટીઈ) નુ ગઠન કર્યુ.

સંઘર્ષના ઍ સમયમા પ્રભાકરણ અને તેના સાથીઓને ભુખ્યુ સૂવુ પડતુ હતુ. ક્યારેક તો ઉંઘની ગોળી લઈ રાત વિતાવતા. તેમની ઍક ખાસ વાત ઍ હતી કે જે મળે તે વેહ્ચિ ને રેહવુ. પછિ તે પૈસા હોય કે ભોજન. તેમના નજીકના વર્તુળમા રહી ચૂકેલા લોકોનુ માનવુ છે કે ઍ સમયે પ્રભાકરણ ઍક સીધાસાદા નિર્દોષ પણ જોશીલા યુવાન હતા. પરંતુ જેમ જેમ તેમનો સંઘર્ષ આગળ વધતો ગયો તેમ પ્રભાકરણના વિચાર, વાણી અને વ્યકતિત્વમા પરિવર્તન આવતુ ગયુ. ઍક સમય ઍવો આવ્યો કે પ્રભાકરણ માનવા લાગ્યો કે તેના વિરૂદ્ધ બોલનાર કોઈ પણ વ્યક્તિને મારવાનો તેને પુરો અધિકાર છે. ઍક ઍક ઈન્ટ જોડીને ઍલટીટીઈ બનાવનાર પ્રભાકરને જ્યારે 1972મા ઘર છોડ્યુ ત્યારે ઍક છરી જેવુ નાનુ હથિયાર પણ પાસે ન હતુ. પરંતુ 1984 બાદ દુનિયા ભરમા પથરાયેલા તમિલો પાસેથી ભાવનાત્મ્ક સ્તર પર ફંડ ભેગુ કરવાનુ ઍલટીટીઈઍ શરૂ કર્યુ, અને અદ્યતન હથિયારોની સાથે સાથે લડાયક તોપ, જહાજ અન વિમાન પણ સામેલ કર્યા. જેના સહારે 1990મા શ્રીલંકાના ઍક તૃતીયાશ જમીન અને બે તૃતીયાશ સમુદ્રી ક્ષેત્ર પર કબ્જો કરી લીધો. ભારતસરકારની મદદ પર આશ્રિત પ્રભાકરને સમય આવતા ભારતીય સેનાને પણ પોતાની તાકાતનો પરિચય આપી દીધો.

જોકે પ્રભાકરણની ખરી તાકાત હતી તેના ઍક બૉલ પર જીવ આપી દેનારા તમિલ વ્યાઘ્રો. ગેરીલા યુદ્ધમા નિપુણ ઍ સાથીઓની મદદથી શ્રીલંકાની સેનાને પ્રભાકરણ હમેશા ચકમો આપતો રહ્યો. સ્યુસાઇડ હુમલાઓમા મહિલાઓનો ઉપયોગ પ્રભાકરણના મગજની જ પેદાસ હતી. તો નિર્દોષ બાળકો ને બંદુક આપવાની તેની યોજના સંગઠન માટે કદાચ સફળ નીવડી હશે પરંતુ માનવતા માટે હાર જ કહી સકાય. પ્રભાકરણની સાથે તેના તમિલ વિદ્રોહીઑ પણ સાયનાઈડ કેપસ્યુલ રાખતા હતા. દુશ્મનોના હાથે પકડાઈ જવાના બદલે કેપસ્યુલ ગળી મોતને ભેટવાનો સૌને નિર્દેશ રેહ્તો હતો. ઍવુ પણ ન હતુ કે તમિલ મૂળના તમામ લોકો પ્રભાકરણ થી ખુશ હતા. પરંતુ તેઓ માનતા થઈ ગયા હતા કે પાણીમા રહી મગરમચ્છથી વેર બાંધવુ મોતને નોતરુ આપવા સમાન છે.

ઍવુ કેટલાક લોકો માનતા હશે કે પ્રભાકરણના બાદ પણ ઍલટીટીઈ ગેરીલા યુદ્ધ ચલાવી સકે છે. પરંતુ શ્રીલંકન સેનાઍ ઍલટીટીઈઍ ને જે રીતે મસ્ળ્યુ છે તેનુ ફરી ઉભુ થવુ અશક્ય છે. ઍક સંગઠન તરીકે ઍલટીટીઈ ખતમ થઈ ગયુ છે. કારણ કે સંગઠનને ચલાવનાર, યોજના બનાવનાર અને તેનુ નેતૃત્વ કરનાર પ્રભાકરણ જ હવે નથી રહ્યો. પ્રભાકરણનુ મોત ઍલટીટીઈનો પણ અંત છે.
સૌજન્ય : BBC

લોકશાહી અમર રહો

|

ચૂંટણી પરિણામ પર વિશ્લેષણ કરવા માટે હૂ પોતાને ઍટલી કાબેલ સમજતી નથી. ઍ માટે દેશના દિગ્ગજ પત્રકારો બેઠા જ છે. પરંતુ દેશના મતદાતાઓ ઍ જે જનાદેશ આપ્યો છે તેનાથી ઍક વાત જરૂર સાબિત થઈ છે કે લોકો સ્થિર અને સાફ સરકાર ઈચ્છે છે. તેઓ હવે સમજી ગયા છે કે અસ્થિર સરકાર દેશને ચલાવવાં કરતા ખુદને બચાવવામા વધુ વ્યસત રહે છે

કેટલાક નેતાઑને આ પરિણામે ઍક પાઠ પણ ભણાવ્યો છે કે કામ કરશો તો મત મળશે નહી તો જાકારો. બિહાર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. જ્યા નીતીશના ગુડ ગવર્નન્સની સામે લાલુ અને પાસવાનના સુપડા સાફ થઈ ગયા. જો કે સુધારવાનુ નેતાઑની નાતમા નથી. નહી તો પ્રજા વિકાસ જન્ખે છે તે સમજાઈ ગયુ હોવા છ્તા લાલુ અને પાસવાન કારમી હાર બાદ ઍમ ના કહે કે ચૂટણી પેહલા કોંગેસ સાથે હાથ ના મિલાવીને તેમણે મોટી ભુલ કરી અને ના તો અમરસિંહ બિન બુલાયે મેહમાંનની જેમ કોંગ્રેસને બિનશરતી ટેકો આપવા તૈયાર થઈ જાય. આવા નેતાઑને હજુ પણ સામ્પ્રદાયિકતા નામે પોતાની રોટલી શેકવામા જ વધુ રસ છે.

ભાજપને પણ આત્મમંથન કરવાની આવશ્યકતા છે. નેતાઓના ચેહરા બદલવાથી નહી પરંતુ નીતિઑને બદલીને મતદાતાઑના દિલ જીતી શકાશે તે સત્ય ભાજપને સમજાય તો સારુ. જો કે સૌથી વધુ ફટકો ડાબેરીઓને પડ્યો છે. ગત લોકસભામા યૂપીઍને બહારથી ટેકો આપીને, દરેક મુદ્દાઓ પર વિરોધ બણગા ફુંકનાર લેફ્ટના નેતાઑની તો બોલતી જ બંધ થઈ ગઈ છે. કેરળ અને ડાબેરીઑનો ગઢ ગણાતા પશ્ચિમબંગાળમા જનતાનો જે ચૂકાદો આવ્યો છે, તે ભારતમા સામ્યવાદના અંતની શરૂઆત હોય શકે.

ઍક તરફ જ્યા આ પરિણામથી ઘણી પાર્ટીઓને મોટો આઘાત લાગી રહ્યો છે, ત્યા બીજી તરફ આ જનાદેશ યૂપીઍ અને ખાસ તો કોગ્રેસ માટે મતદાતાઓ તરફથી મોટા આશીર્વાદ સમાન છે. ખુદ કોંગ્રેસને આ પરિણામની આશા ના હતી. જીતનો શ્રેય હમેશાની જેમ ગાંધી પરિવારને મળ્યો છે. પરંતુ મારા મતે રાહુલના રોડશોની સાથે સાથે મતદાતાઑ મનમોહનની ઈમાનદારી અને સાફદિલીથી પણ ઍટલા જ આકર્ષિત થયા છે. જો કે કોંગ્રેસની ખરી પરીક્ષા હવે શરૂ થવાની છે. પ્રજા ઍ વિકાસના મુદ્દા પર વોટ આપ્યા છે, પરંતુ જો કોંગ્રેસ વોટ બૅંકની રાજનીતિથી બહાર આવીને વિકાસ અને આતંકવાદ પર કઠોર નિર્ણય નહી લે તો આવતી ચૂટણીમા તેને ફરી જીતવુ ભારે પડશે.

આ લખી રહી છુ ત્યારે ન્યૂજ઼ વાચ્યા કે શેર બજારે પણ મતદાતાઑના ચૂકાદાને આવકાર આપ્યો છે. સેન્સેક્ષ 14,000 નો આંકડો પાર કરી ગયો છે. અન્ય ઍક વિદેશી અખબારમા બ્રિટિશ સાંસદ અને લેબર પાર્ટીના ભૂતપુર્વ પ્રધાન બેરી ગાર્ડિનારનુ ઇંટરવ્યૂ આવ્યુ છે. ગાર્ડિનારનુ કહેવુ છે કે આ પરિણામથી રાજકીય પંડીતોના તમામ દાવાઓને ભારતીય મતદાતાઓેઍ ખોટા સાબિત કર્યા છે, અને દુનિયાને બતાવી દીધુ છે કે ભારત માત્ર સૌથી મોટો લોકશાહી દેશ જ નથી પરંતુ સૌથી વધારે પરિપક્વ પણ છે.

Let my country awake

|

શ્રી રવીન્દ્રનાથ ટાગોરની ઍક કવિતા ગીતાંજલીમા છે, જે આજે મને અચાનક યાદ આવી ગઈ:



Where the mind is without fear and the head is held high;

Where knowledge is free;

Where the world has not been broken up into fragments by narrow domestic walls;

Where the words come out from the depth of truth;

Where tireless striving stretches its arms towards perfection;

Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;

Where the mind is led forward by thee into ever-widening thought and action -

Into that heaven of freedom, my Father, let my country awake.

ભારતની સ્વતંત્રતા માટે લડતા લાખો લોકો ઍ આ સપનુ જોયુ હશે, પરંતુ આજે દ્રશ્ય કઈક અલગ જોવા મળે છે.

ભારતમા લોકસભાના ખંડિત જનાદેશની આશંકાઓની વચ્ચે દિલ્હીમા રાજકીય ગતિવિધીઑ તેજ થઈ ગઈ છે. નેતાઓની મુલાકાતોની સાથે સાથે અલગ અલગ પાર્ટી ઓની બેઠકો નો દૌર ચાલુ છે. પાંચ તબ્બકામા થયેલા મતદાનની પ્રક્રિયા તો પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હવે સૌની નજર આવતીકાલના પરિણામ પર છે. દેશની વિવિધ ન્યૂજ઼ ચેનલ ના ઍક્જ઼િટ પૉલનુ માનીઍ તો યુપિઍ ઍનડીઍ કરતા થોડી મજબૂત સ્થિતીમા છે . પરંતુ બહુમતીથી દૂર છે. મતલબ કે 16 મે ના પરિણામ બાદ તોડ- જોડ ની રાજનીતિ થશે, જૂના દોસ્ત દગો દેશે, દુશ્મન દોસ્ત બનશે, ક્યાક્ સતાનો સ્વાદ ચાખવા નવા દોસ્ત પણ બનશે , ઍક બેઠક ધરાવતી પાર્ટી ને પણ સરકારમા સામેલ કરવાની કવાયત થશે અને હૉર્સ ટ્રેડિંગના આ ખેલમા જે બાજી મારશે તે સરકાર બનાવશે. સોનીયા, અડવાણી અને કરાતની આ લડાઈમા જીત કોઈ ની પણ થાય,
પરંતુ હાર શુ માત્ર લોકશાહીની જ થશે ?

ના આટલૂ નકારાત્મ્ક પણ વિચારવુ ન જોઈયે, આ પેહલા પણ ભારતે અનેક ચડાવ ઉતારનો સામનો કર્યો છે અને ઍમાથી બહાર આવવા લોકશાહીની જ તાકાતનો ઉપયોગ કર્યો છે. આખરે 1977 મા કટોકટી નો અંત લોકશાહીનો જ ઍક પરચો હતો .

જોકે ભારત અને ભારત ની બહાર આવી ચર્ચા થતી રહી છે. 1960 મા Selig Harrison નામના ઍક પત્રકારે ભારતનુ ભવિષ્ય ભાખતા કહ્યુ હતુ કે,

"The odds are wholly against survival of freedom and ... the issue is, in fact, whether the Indian state can survive at all."

1967 મા ટાઇમ મેગેજિને "India's Disintegrating Democracy" નામની ઍક શૃંખ માલા છાપી હતી જેમા લખ્યુ હતુ કે

"The great experiment of developing India within a democratic framework has failed."
(authored by one Neville Maxwell. )

પરંતુ આજે પાંચ દાયકા બાદ પણ ભારત સફળ લોકતાંત્રિક દેશ છે, ભારતમા લોકશાહી કેમ જીવંત રહી છે તેનો જવાબ આ સમાચારમા છે.

દેશના કોઈ ખૂણે આવેલા પોલિંગ બુથ પર ઈવીઍમ પહોચાડવા માટે ઈસી ની ક્વાયત



ઍક મતદાતા, 100 ટકા મતદાન



So I am looking forward to the time somewhere in the distant future when we too have a mind without fear. Wise words, beautiful thoughts and true freedom .

"Let our country awake".



ગરવી ગુજરાત

|
વર્ષો પેહલા નાનજી કાલીદાસ મેહતાઍ પોરબંદરથી ડર્બન પહોચી ગુજરાતની ઍક આખી પેઢીને પ્રેરણા આપી સીમાડા પાર કઈક કરી બતાવાની…આવા જ વિચાર સાથે સાઉથ આફ્રિકા પ્રયાણ કરતી વેળા ઍ યુવાન મોહનદાસ કરમચંદ ગાંધીને કલ્પના પણ નહી હોય કે તેઓ ઍક નવા ઈતિહાસની શરૂઆત કરવા જઈ રહયા છે. રંગભેદની નીતિનો વિરોધ કરી જ્યા મોહનદાસ મહાત્મા બન્યા ત્યા આજે ઍક ગ્લોબલ ગુજરાતી ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે નિયુકત થયા છે. ભારતીય મૂળના શ્રી પ્રવિણ જમનાદાસ ગોરધનને સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ ઍ દેશના આર્થિક સંકટના સમાધાન માટેની જવાબદારી સોંપી છે.

આજે ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે પહોચ્યા છે. તમે ટેક્સાસ કે ન્યૂજરશીમા કોઈ હોટેલમા રાત રહો તો વધારે પડતી સંભાવના ઍ છે કે ઍ મોટેલ કોઈ ગુજરાતીની હોઈ , ઍક અંદાજા મુજબ USAમા 18,000 કરતા વધારે હોટેલ ગુજરાતી ઑ ધરાવે છે. લગન પ્રસંગ માટે હીરા જડીત વીટી કે હાર તમે ખરીદશો તો સંભવ છે કે તે ગિફ્ટ પાછળ કોઈ ગુજરાતીનો હાથ હોઈ. અરે અમેરિકામા તો ફ્લૂ થયો હોઈ કે કોઈ કૅન્સરના પેશેંટ ની તબિયત પુછવા હોસ્પિટલ પહોચ્યા હોઈ , ત્યા પણ તમને ગુજરાતી ડૉક્ટરની મુલાકાત થઈ જાય તો આશ્ચર્ય નહી. (According to the American Association of Physicians of Indian Origin, there are close to 35,000 Indian Doctors)

ઉજ્જવળ ભવિષ્યની તક માટે Nairobi થી New york અને Singapore થી Sydney સુધી પહોંચેલા દરેક ગુજરાતીઍ કવિ ખબરદારની આ પક્તિને ખરેખર સાર્થક કરી છે : જ્યા જ્યા વસે ઍક ગુજરાતી ત્યા સદાકાળ ગુજરાત.

ગરવી ગુજરાતની આવી જ વિશેષતાઑને રજૂ કરી રહ્યુ છે આ ગીત.....




વેબ વર્લ્ડમાં મારુ પ્રથમ પગરણ

|
વિવિધ અને બહુરંગી છે આપણો દેશ અને આપણો સમાજ, જ્યા બાર ગાઉ પર બદલાઈ છે બોલી, અને મોસમનો મિજાજ.. જી હા ઋષિ મુનીઓના તેજથી પ્રકાશિત ભારત વર્ષની વાસી છુ. લગ્ન બાદ ઑસ્ટ્રેલિયા માઇગ્રેટ થઈ પણ મારૂ મન હજુ માઇગ્રેટ નથી થઈ શક્યૂ. ભારત અન ભારતીય સંસ્કૃતી આજે પણ મારા જીવનનુ અભિન્ન અંગ છે. ગુજરાતના નાના ઍવા શહેર વાંકાનેરમા બાળપણ વિતાવ્યુ, વિદ્યાર્થી જીવન અમદાવાદની આસપાસ પસાર કર્યુ અને સાઇબર સિટી હૈદરાબાદમા અનુભવ લીધો ન્યૂજ઼ મીડીયાની નોકરીનો. હાલ મેલ્બર્નમા જીવનના નવાં પડાવની મજા માણી રહી છુ.

…… વિચાર્યુ કે કઈક અલગ રીતે ફરી શરૂ કરુ સંવાદ પરિવાર સાથે, મિત્રો સાથે, અપરીચીતો સાથે અને ખાસ તો ખુદ પોતાની સાથે. આ બ્લોગ થકી મારા મંતવ્યો અને વિચારોને શબ્દોમા આકાર આપવા પ્રયાસ કરી રહી છુ…