ગુરુવારના દિવસે જ્યાં ઍક તરફ દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશના રાષ્ટ્રપતિ ભાષણ આપી રહ્યા હતા, તો બીજી તરફ દુનિયાના સૌથી વધુ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિના ઐતીહાસીક ભાષણને લોકો તાળીઓથી વધાવી રહ્યા હતા. ભારતીય સંસદમા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવિસિન્હ પાટિલે મનમોહન સરકારના આગલા 100 દિવસ અને પાંચ વર્ષના ઍજેંડાને દેશ સમક્ષ મૂક્યો, તો અમેરિકાધિપતિ ઓબામાઍ પણ ઇજિપ્તમાં કુરાનનો હવાલો આપી, મુસ્લિમ જગતને નવી શરૂઆત કરવાનુ આહવાન આપ્યુ.
જૉર્જ બુશની ભૂલોને સુધારવાની શરૂઆત ઓબામાઍ કઈક નવુ બોલીને કરી. તો દેશમાં ગત પાંચ વર્ષોમાં જે ક્ષેત્રોની અવગણના થઈ છે, તેના પર ભાર દેવામા આવશે તેમ જણાવી, રાષ્ટ્રપતિ પાટિલે પણ જે નથી થઈ શક્યુ તેને પૂરુ કરવાંનુ વચન આપ્યુ. જો કે પરિવર્તન કરણીથી આવે છે, કથનીથી નહી. તે તો આપણે સૌ જાણીયે છિયે, પરંતુ મંદીના આ સમયમા બિજુ કઈ નહી તો સારા ભાષણથી જ નવી આશા જગાવવા પ્રયાસ કરિયે. આમ પણ જે દેશની અંદર 100 દિવસમાં ઍક ફાઇલ આગળ નથી વધતી, ત્યા દેશના અર્થશાસ્ત્રને આગળ ધપાવવાની વાત જો થાય, તો આપણે આશા જગાવવા સિવાય બિજુ કરી પણ શુ શકિયે.
2 comments:
many many congratulations to u for your nice blog. it is very beautiful.
this sows that world is going on real track of peace.
Post a Comment