ઓબામાના હીરો : ગાંધી

|

ઘણા લાંબા સમય થી કોઇ પોસ્ટ લખી નથી. બે મહિના પેહલા જ અમે મેલ્બર્નથી પર્થ મૂવ થયા. શહેર બદલ્યુ તો સાથે સાથે રોજનો નિત્યક્રમ પણ બદલાય ગયો. જો કે બ્લોગ નથી લખી શકી,તેનુ ઍક કારણ ઍ પણ હતુ કે કોઈ ઍવો વિષય હૃદયને સ્પર્શયો નહી. ઍક વાર લાગ્યુ કે જસવંત સિંઘની જિન્ના પર લખાયેલી પુસ્તકના વિવાદ પર મારો મત આપુ (ભલે કોઈ પુછ્તુ ન હોય), તેમા ઘણુ રિસર્ચ પણ કર્યુ, પછિ ખ્યાલ આવ્યો કે ભારત પાકિસ્તાનના ભાગલા પર ખુદ ઇતિહાશના નિષ્ણાતો વચ્ચે આટલા મતમતાંતર છે, ત્યારે સત્યને જાણ્યા સિવાય તેના પર લખવુ યોગ્ય નથી.પરંતુ આજે ઇંટરનેટ પર સરફિંગ કરતા આ સમાચારે મારૂ ધ્યાન ખેચ્યુ.

અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે ઍક વિદ્યાર્થિનીઍ તેમને પુછ્યુ કે જો આપને તક મળે કે આપના મનપસંદ કોઈ જીવિત કે મૃત વ્યક્તિની સાથે તમે ડીનર કરી શકો છો, તો તમે કોને પસંદ કરશો.

તેમણે કહ્યુ કે જીવીત અને મૃત મનપસંદ વ્યક્તિઓની યાદી તો ઘણી લાંબી થઈ જશે, પરંતુ થોડુ વિચાર્યા બાદ કહ્યુ કે "હુ મહાત્મા ગાંધીની સાથે ડીનર લેવાનુ પસંદ કરીશ, ઍ જ મારા સાચા હીરો છે. જોકે ઍ ડીનરનો સમય ઘણો ઑછો રેહશે કારણ કે ગાંધીજી ખૂબ ઑછુ જમતા હતા."

તેમણે કહ્યુ કે "મહાત્મા ગાંધી ઍક ઍવા હસ્તી હતા કે જેણે દુનિયાભરની કેટલીય પેઢી ને પ્રેરિત કરી છે, ખુદ મને તેમના પાસેથી બહુ પ્રેરણા મળી છે, માર્ટિન લ્યુથર કિંગ પણ તેમના વિચારો થી ખૂબ પ્રભાવિત હતા." ઓબામા કહ્યુ કે "જો ગાંધીજીઍ ભારતમા અહિંસક આંદોલનને ચલાવ્યુ ના હોત તો કદાચ આપ અમેરિકામાં નાગરિક અધિકારોના આંદોલનમાં અહિંસાની અસર ન જોઈ શકત. આજે પણ અમેરિકા ના ઍ આંદોલન મા ભાગ લેનારા વ્યક્તિઓ જ્યારે ગાંધીજીનુ નામ સાંભળે છે, તો તેમના ચેહરા પર ચમક આવી જાય છે."

બરાક ઓબામા મહાત્મા ગાંધીના ખૂબ મોટા પ્રશંસક રહ્યા છે, જ્યારે તેઓ અમેરિકન કૉંગ્રેસના સેનેટર હતા ત્યારે પણ તેમની ઑફીસ માં મહાત્મા ગાંધી ની તસવીર રેહ્તિ.

આ સમાચાર વાંચતી હતી ત્યારે મનમાં ખુશી પણ થઈ કે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં ઍક નવા ઇતિહાશની શરૂઆત કરનારા રાષ્ટ્રપતિની પ્રેરણામૂર્તિ બીજુ કોઈ નહી પણ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી છે. પરંતુ સાથે દુખ પણ થયુ કે આપણા જ દેશમાં ઍ મહાત્માના વિચારોને સૌ ભૂલી ગયા છે. બાપુની તસ્વીર તો આપણા દેશના નેતાઑ પણ તેમના કાર્યાલયમાં રાખે છે, પરંતુ તેમના વિચારોથી પ્રેરણા લેવાનુ સામર્થય કદાચ તેમનામા નથી. ઍટલે જ તો થર્ડ ક્લાસમાં સમગ્ર ભારતનુ દર્શન કરનારા ગાંધીજીના સાદગીના પાઠ તેમની જ પાર્ટીના નેતાઑ હવે રહી રહીને (મંત્રીઓના ફાઇવ સ્ટાર હોટેલમાં રેહવાના સમાચારો હેડલાઇન બન્યા બાદ) આત્મસાત્ તો કરી રહ્યા છે, પરંતુ મન મારી ને....મજબૂરીનુ નામ મહાત્મા ગાઁધી ઍ વાત કોંગ્રેસના નેતાઑ માટે યથાર્થ સાબિત થઈ છે.

10 comments:

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Navaldan said...

ઘણા દિવસે "ઓરીજીનલ ફોર્મ" માં લખાયેલો બ્લોગ વાંચવા મળ્યો.વાંચન વધારો,આગળ વધો.

Anonymous said...

good article...
Salute Gandhiji......

Regards
Samir

nilesh vyas said...

ઘણી સુંદર માહીતી જાણવા મળી, લેખનશૈલી પણ ધારદાર રહી... વધારે તથા નિયમીત લખશો તો મજા પડશે.

idom said...

થોડું વધારે નિયમિત લખાણ લખવા વિનંતી છે. હું પણ પોતે ગુજારાતીમાં બ્લોગ લખું છું પણ નિયમિત લખી શકતો નથી.

સમર્થ

idom said...

થોડું વધારે નિયમિત લખાણ લખવા વિનંતી છે. હું પણ પોતે ગુજારાતીમાં બ્લોગ લખું છું પણ નિયમિત લખી શકતો નથી.

સમર્થ

paresh said...

vah..
khub sasras..

AC Compressor said...

This is my Good luck that I found your post which is according to my search and topic, I think you are a great blogger, thanks for helping me out from my problem..

sam said...

Really a great post.I liked it and i will share it with others too.
Volkswagen Touareg Turbo

Anonymous said...

Mercedes Benz C320 Supercharger
I wanted to thank you for this great post!! I enjoyed every little bit of it, I have you bookmarked and waiting for all the new stuff you post.