વેબ વર્લ્ડમાં મારુ પ્રથમ પગરણ

|
વિવિધ અને બહુરંગી છે આપણો દેશ અને આપણો સમાજ, જ્યા બાર ગાઉ પર બદલાઈ છે બોલી, અને મોસમનો મિજાજ.. જી હા ઋષિ મુનીઓના તેજથી પ્રકાશિત ભારત વર્ષની વાસી છુ. લગ્ન બાદ ઑસ્ટ્રેલિયા માઇગ્રેટ થઈ પણ મારૂ મન હજુ માઇગ્રેટ નથી થઈ શક્યૂ. ભારત અન ભારતીય સંસ્કૃતી આજે પણ મારા જીવનનુ અભિન્ન અંગ છે. ગુજરાતના નાના ઍવા શહેર વાંકાનેરમા બાળપણ વિતાવ્યુ, વિદ્યાર્થી જીવન અમદાવાદની આસપાસ પસાર કર્યુ અને સાઇબર સિટી હૈદરાબાદમા અનુભવ લીધો ન્યૂજ઼ મીડીયાની નોકરીનો. હાલ મેલ્બર્નમા જીવનના નવાં પડાવની મજા માણી રહી છુ.

…… વિચાર્યુ કે કઈક અલગ રીતે ફરી શરૂ કરુ સંવાદ પરિવાર સાથે, મિત્રો સાથે, અપરીચીતો સાથે અને ખાસ તો ખુદ પોતાની સાથે. આ બ્લોગ થકી મારા મંતવ્યો અને વિચારોને શબ્દોમા આકાર આપવા પ્રયાસ કરી રહી છુ…

1 comments:

Navaldan said...

ચિ.મિતાલી,નવા સોપાનના શુભારંભે અભિનંદન.
સાંપ્રત બનાવો,સમસ્યાઓ અને એબાબતે તમારુ મૌલિક ચિંતન વ્યક્ત કરવાનું આ ઉત્તમ માધ્યમછે.તમારા ગમતા વિષયો અને તે ઉપરના લેખોનો ફેલાવો કરવાનો સુઅવસરછે.હાર્દિક શુભેછા.
-નવલદાન
-વિનોદકુમાર
-બિન્દુ
-ઈશા.સોનુ,સર્વેષ