આત્મા છુટી ગયો

|

આજે ઍક અલગ વાત વાંચવા મળી. મેક્સિકોમા કેટલાક પુરાતત્વવિદ્દોઍ ખોદાણ કરવા કેટલાક મજૂરોને સાથે લીધા. રસ્તામા તે મજૂરો અચાનક રોકાઈ ગયા, અને આગળ વધવા માટે ઈન્કાર કરી દિધો. મજૂરોના આ વ્યવહારથી પુરાતત્વ વિદ્દો મુશ્કેલીમા મુકાઈ ગયા. તેમના કેટલાય મનામણા બાદ પણ મજૂરો આગળ વધ્યા નહી. કલાકો સુધી રાહ જોયા બાદ મજૂરો ફરી ચાલવા તૈયાર થયા.

પુછવા પર ઍક મજુર પાસે થી જાણવા મળ્યુ કે તેમનુ રોકવાનુ કારણ શુ હતુ.

તમે પણ આ વાચતા હશો તો જરૂર જાણવા માગતા હશો....

મજૂરે કહ્યુ કે તેઓ ખૂબ જલ્દી ચાલી રહ્યા હતા. ઍટલા જલ્દી કે તેમનો આત્મા પાછળ છુટી ગયો હતો.

ખરેખર રોજબરોજની દોડધામમા આપણો આત્મા પણ ક્યારેક પાછળ છુટી જાય છે, ખોવાઈ જાય છે.

1 comments:

Navaldan said...

સરસ માહિતિ.'આત્મા' પુલીંગશબ્દછે,એટલે આત્મા પાછળ રહીગયો...એમ હોવું જોઇએ.

-નવલ્દાન