|


ભારત હતી ત્યાં સુધી ભણવાનુ અને નોકરી ની વ્યસ્તતા ની કારણે રસોઈ ને ક્યારેય ગંભીરતા થી લીધી નહી. મમ્મીની રસોઈ ની જાણે કે આદત પડી ગઈ હતી. પણ લગ્ન પછી જ્યારે ઑસ્ટ્રેલિયા આવી ત્યારે ના તો ભણવાનુ કે નોકરીનું બહાનુ હતુ કે ના તો સાથે મમ્મી હતી. ઍટલે આખરે મારે રસોઈ મા હાથ અજમા વો જ પડ્યો. જેમા ક્યારેક નિષ્ફળતા પણ મળી, પરંતુ હવે થોડી ફાવટ આવી ગઈ છે. જોકે મારી મમ્મી પાક શાશ્ત્રમા જેટલી નિષ્ણાત છે, ઍટલી તો હૂ ક્યારેય નહી થઈ શકુ. પરંતુ પ્રયાસ ચાલુ છે. જેના અનુસંધાનમા આજે ઍક નવો અખતરો કર્યો. જેમા સ્વાદ અને સફળતા બંને મળ્યા ઍટલે તે વાનગીની રીત તમારી સાથે વહેચવાની ઈચ્છા થઈ આવી.






ભાતના ભજીયા


સામગ્રી(4 વ્યક્તિ)

1 કપ રાંધેલા ભાત
1 કપ ચણાનો લોટ
1 કપ દહીં
1 સમારેલી ડુંગળી
2 ટેબલ સ્પુન મરચા અને આદુ ની પેસ્ટ
2 ટેબલ સ્પુન સમારેલી કોથમીર
1/2 ટી સ્પુન લાલ મરચુ
1/2 ટી સ્પુન હળદર
મીઠુ (સ્વાદ પ્રમાણે)
તળવા માટે તેલ


રીત

ભાત, દહીં, ડુંગળી, આદુ-મરચાની પેસ્ટ, કોથમીર, મીઠુ અને હળદર ને મિક્સ કરો.
2 સ્પુન તેલ અને ચણાનો લોટ તેમા મિક્સ કરો, અને થોડી વાર માટે મિશ્રણને અલગ વાસણમાં રાખી મુકો.
બીજી તરફ ગૅસ પર તળવા માટેનુ તેલ મુકો,તેલ બરાબર ગરમ થાય ઍટલે ચમચીની મદદથી ભજીયાના મિશ્રણને કડાઈમા મૂકતા જાઓ. ગોલ્ડન બ્રાઉન જેવો રંગ થઈ જાય ત્યારે ભજીયાને ઉતારી સર્વિંગ ટ્રે માં મુકો.

તો તૈયાર છે ભાતના ભજીયા. આપ પણ રાધેલા ભાત વધ્યા હોય તો આ સ્વાદિષ્ઠ રેસિપીનો લાભ લઈ શકો છો.

1 comments:

Ishita said...

Tamari suchveli rita mujab "BHAJIYA"banavine khadha,svad chtekedar lagyo.Navi Vangio apata rahejo